નમસ્કાર મિત્રો ભારતભર માં લોકપ્રિય રમત ક્રિકેટ તેમાં પણ ટી20 વર્લ્ડ કપ 2022 ની શરૂઆત થઇ ગઈ છે લાખો લોકો ની ની દિલમાં જોવા T20 World Cup 2022 આજથી ટી20 વર્લ્ડ કપની શરૂઆત: જાણો ભારતની ટક્કરમાં કઈ ટીમ છે મજબૂત, કેટલું મળશે ઈનામ.

આજથી ટી20 વર્લ્ડ 2022
ICC T20 વર્લ્ડ કપ 2022 આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે અને 16 ટીમોમાંથી કુલ 8 ટીમો એ સીધા જ ગ્રુપ-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરી લીધું છે જ્યારે બાકીની 4 ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને તેની જગ્યા વર્લ્ડ કપ મેચમાં નક્કી કરશે.
આ પણ વાંચો :- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022
ICC T20 વર્લ્ડ કપ 2022
જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટ કુલ ત્રણ તબક્કામાં રમાશે જેમાં રાઉન્ડ 1, સુપર-12 અને પ્લેઓફ મેચોનો સમાવેશ થાય છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4-4 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા અને પોતાના જ ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર 12 સ્ટેજમાં પહોંચશે અને પછી સુપર-12માં 6-6 ટીમોના બે ગ્રૂપ હશે અને એ ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ સુધી પંહોચશે.
T20 World Cup 2022 શું હશે પોઈન્ટ ટેબલ સિસ્ટમ
જણાવી દઈએ કે ICC એ આ ટી 20 વર્લ્ડ કપ માટે પોઈન્ટ ટેબલ સિસ્ટમ બહાર પાડી ચૂકી છે. એ મુજબ દરેક ટીમને જીતવા પર બે પોઈન્ટ મળશે અને હરવા પર ઝીરો પોઈન્ટ મળશે. જો મેચ ટાઈ કે રદ્દ થાય છે તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જો કોઈ ગ્રૂપમાં બે ટીમના પોઇન્ટ્સ બરાબર છે તો એ પરથી નિર્ણય લેવામાં આવશે કે એમને ટુર્નામેંટમાં કેટલા મેચ જીત્યા અને એમનું નેટ રનરેટ કેટલું હતું અને એમનું આમને-સામને શું રેકોર્ડ છે.
આ પણ વાંચો :- વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022
રાઉન્ડ -1
- ગ્રુપ A: શ્રીલંકા, UAE, નેધરલેન્ડ, નામીબિયા
- ગ્રુપ B: આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ
સુપર – 12
- ગ્રુપ 1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ગ્રુપ A વિનર, ગ્રુપ B રનર અપ
- ગ્રુપ 2: ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ગ્રુપ A રનર અપ, ગ્રુપ B વિનર
ક્વોલિફાઇન્ડ મેચોનું શેડ્યુઅલ
16 ઓક્ટોબર – | શ્રીલંકા VS નામિબિયા, જીલોન્ગ સવારે 9.30 વાગ્યે |
16 ઓક્ટોબર – | UAE VS નેધરલેન્ડ, જીલોન્ગ, બપોરે 1.30 વાગ્યે |
17 ઓક્ટોબર – | વેસ્ટ ઈન્ડિઝ VS સ્કોટલેન્ડ, હોબાર્ટ, સવારે 9.30 વાગ્યે |
17 ઓક્ટોબર – | ઝિમ્બાબ્વે VS આયરલેન્ડ, હોબાર્ટ, બપોરે 1.30 વાગ્યે |
18 ઓક્ટોબર – | નામિબિયા VS નેધરલેન્ડ, જીલોન્ગ, સવારે 9.30 વાગ્યે |
18 ઓક્ટોબર – | શ્રીલંકા vs UAE, જીલોન્ગ, બપોરે 1.30 વાગ્યે |
19 ઓક્ટોબર- | સ્કોટલેન્ડ VS આયરલેન્ડ, હોબાર્ટ, સવારે 9.30 વાગ્યે |
19 ઓક્ટોબર – | વેસ્ટ ઈન્ડિઝ VS ઝિમ્બાબ્વે, હોબાર્ટ, બપોરે 1.30 વાગ્યે |
20 ઑક્ટોબર – | નેધરલેન્ડ VS શ્રીલંકા, જીલોન્ગ , સવારે 9.30 વાગ્યે |
20 ઑક્ટોબર – | નામિબિયા VS UAE, જીલોન્ગ , 1.30 વાગ્યે |
21 ઓક્ટોબર – | વેસ્ટ ઇન્ડીઝ VS આયરલેન્ડ, હોબાર્ટ , સવારે 9.30 વાગ્યે |
21 ઓક્ટોબર – | સ્કોટલેન્ડ VS ઝિમ્બાબ્વે, હોબાર્ટ, બપોરે 1.30 વાગ્યે |
આ પણ વાંચો :- ઓનલાઈન લાઈટ બિલ ભરો ઘરે બેઠા

કયા જોઈ શકશે મેચ?
- ભારતમાં આ વર્લ્ડ કપનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ચેનલ પર કરવામાં આવશે અને સાથે જ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ પણ જોવા મળશે. આ સાથે જ દૂરદર્શન પર પણ આ મેચ બતાવવામાં આવશે.
વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયા
- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.
- સ્ટેન્ડબાય ખેલાડીઓઃ શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.
વધારે માહિતી માટે અહી ક્લિક કરો
ICC એ આ ટી 20 વર્લ્ડ કપ મેચ જોવા | અહી ક્લિક કરો |
ગુજ રિજલ્ટ હોમ પેજ | અહી ક્લિક કરો |