સંકટ મોચન યોજના ગુજરાત: સંકટ મોચન યોજના ગુજરાત (સંકટ મોચન યોજના): રાષ્ટ્રીય કુટુંબ સહાય એટલે કે સંકટમોચન યોજના માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી? સંકટ મોચન યોજનાનું ફોર્મ પીડીએફમાં મેળવો, આ યોજના હેઠળ સહાયની રકમ કોને અને કેટલી મળે છે? ગુજરાત સરકારની યોજનાની યાદી 2022
ગુજરાત સરકાર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે અનેક યોજનાઓ ચલાવે છે. જેમાં ગરીબી રેખા (બીપીએલ) નીચે જીવતા પરિવારના વડાનું કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અને આ આકસ્મિક આફત/મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારને આર્થિક સહાય મળે તે હેતુથી “સંકટ મોચન”ના હેતુથી યોજના” અથવા “રાષ્ટ્રીય કુટુમ્બ સહાય યોજના”. લાભ આપવામાં આવે છે. આ યોજનાને નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ (NFBS) તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંકટ મોચન યોજના 2022 માહિતી
યોજનાનું નામ | સંકટમોચન કુટુંબ સહાય યોજના 2022 (Sankat Mochan Kutub Sahay Yojana) |
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે? | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો |
મળવાપાત્ર સહાય | 20,000 રૂપિયા/- |
અરજી કરવાનો પ્રકાર | ઓફલાઈન |
યોજનાની ઓફિસિયલ વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
યોજનાને અમલીકરણ તારીખ | 15/08/1995 |
આ પણ વાંચો :-ફ્લિપકાર્ટ/એમેઝોન ફેસ્ટીવલ BIG સેલ 2022
સંકટ મોચન યોજનામાં સહાયની રકમ
સંકટ મોચન યોજના એટલે કે Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.
સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- સકટ મોચન સહાય યોજના માં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની લીસ્ટ નીચે મુજબ આપેલ છે:
- કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
- બીપીએલ કાર્ડ નું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/ જન્મ તારીખ નો દાખલો
- જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી
આ પણ વાંચો :-પીએમ કિસાન સન્માન નિધિ યોજના
સંકટ મોચન સહાય યોજના માટે અરજીપત્રક ક્યાંથી મળશે?
સંકટ મોચન સહાય યોજના ની અરજી કરવા માટેનું અરજી પુત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે મેળવી શકાય.
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર.
- ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
સંકટ મોચન કુટુમ્બ સહાય યોજનાની અરજી પ્રક્રિયા
જો રસ ધરાવતા અને ગરીબ અરજદારે સંકટ મોચન યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરવી હોય, તો તેણે નીચે આપેલા પગલાંને અનુસરવાનું રહેશે.
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
- અરજીમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો અને અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડો.
- અરજી ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડો.
- તેને સંબંધિત કચેરીમાં જમા કરાવો.
આ પણ વાંચો :-ઈ-વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો
મહત્વ પુર્ણ લિંક
સંકટ મોચન યોજના ગુજરાત પીડીએફ ફોર્મ | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |

સંકટ મોચન યોજના માં કેટલી સહાય મળે?
લાભાર્થીઓને એક વાર રૂ. 20,000/- ની સહાય આ યોજના હેઠળ મળે.
સંકટ મોચન યોજનાનો લાભ કોને મળે
કુટુંબમાં મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ તથા BPL હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબવાળા મળવાપાત્ર થશે.
સંકટ મોચન સહાય યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
https://sje.gujarat.gov.in/
5 thoughts on “સંકટ મોચન યોજના ગુજરાત”