આજના પેટ્રોલનો ભાવ ગુજરાત gujresult

આજના પેટ્રોલનો ભાવ કેન્દ્રએ પેટ્રોલની એક્સાઇઝ ડયૂટીમાં રૂ.૫, ડીઝલમાં રૂ. 10નો ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલના વેરામાં વધુ રૂ.4 અને ડીઝલમાં રૂ. 5.50 ઓછા કર્યા : નવો ભાવ આજથી અમલમાં

Table of Contents

આજનો પેટ્રોલ અને ડીઝલ લાઈવ ભાવ

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જારી રહેલી આગઝરતી વૃદ્ધિ તથા પેટાચૂંટણીમાં પ્રજાએ શીખવાડેલા પદાર્થપાઠના પગલે સરકારે ચોથી નવેમ્બરથી અમલમાં આવે તે રીતે પેટ્રોલમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર દસ રૂપિયાનો એકસાઇઝ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટાડો દિવાળીના દિવસથી અમલી બનશે. આના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ તેના પ્રમાણ મુજબ ઘટાડો જોવા મળશે. ડીઝલ પરની એક્સાઇઝ પેટ્રોલ કરતાં બમણી ઘટાડવામાં આવી છે. ભારતીય ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ પરની એકસાઇઝમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી રવી સીઝન પૂર્વેે ડીઝલ પરનો ઘટાડો ખેડૂતો માટે અત્યંત મહત્ત્વનો નીવડશે.

ડીઝલ પરની એકસાઇઝ ઘટાડાતા ટ્રક અને કૃષિ ક્ષેત્રને સૌથી મોટો ફાયદો થશે. તેઓ ડીઝલનો સૌથી વધુ વપરાશ કરે છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં સરકારની પેટ્રોલિયમ પેદાશો પરની આવકમાં ૩૩ ટકા વૃદ્ધિ થઈ છે. પેટ્રોલ-ડીઝલના વિક્રમજનક ભાવોના લીધે સામાન્ય માનવી પર તેની વિપરીત અસર થઈ રહી છે.

ભારતમાં પેટ્રોલ ને ડીઝલના ભાવ સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ડિમાન્ડ અને સપ્લાય પર નક્કી થાય છે. જાણકારોના જણાવ્યાં મુજબ ક્રુડ ઓઈલની ઓછી ડિમાન્ડ અને વધુ ઉત્પાદનના કારણે હાલ ક્રુડ ઓઈલના ભાવ ઓછા છે. ભવિષ્યમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ઘટાડો જોવા મળી શકે છે. આશા છે કે તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં બેથી 3 રૂપિયાનો વધુ ઘટાડો થઈ શકે છે.
આ બાજુ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ પેટ્રોલના ભાવમાં 38 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. જેના કારણે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 75.77 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 52 પૈસાનો વધારો થયો છે અને પ્રતિ લીટર 67.18 રૂપિયા થયો છે.

ગુરુવારે ક્રુડ ઓઈલના ભાવમાં 4.5 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રુડના ભાવ ગગડીને 52 ડોલર સુધી પહોંચી ગયા હતાં. જો કે શુક્રવારે ભાવોમાં સુધારો થયો હતો. પરંતુ ક્રુડ ઓઈલની સતત ગગડતી કિંમતોનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે

Leave a Comment