શિક્ષક બદલી કેમ્પ 2022 @dpe.gujarat.in

પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2022 online teacher transfer 2022 dpe.gujarat.in શિક્ષણમંત્રીશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ મા શિક્ષકોના બદલી કેમ્પોની તારીખો જાહેર કરવામા આવી છે.

આંતરીક બદલી સમયે ધ્યાને રાખવાની બાબતો:

  1. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ www.dpegujarat.in ઉપર Default Password થી Login થવાનું રહેશે તથા Password બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે.
  2. તા.31/10/2022 ના રોજ સત્રાંતે નિવૃત્ત થનાર શિક્ષકોની વિગતો ધ્યાને લઈ એટલે કે તા.01/11/2022 ની સ્થિતિએ જે તે વિભાગ/વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે.
  3. ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલ છે તેવા શિક્ષકો પૈકી છૂટા ન થયેલ હોય તે કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે. અને જે શાળામાં ફાળવણી કરવામાં આવી છે. તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે.
આ પણ વાંચો :- શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ 2022

જે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની અગાઉ આંતરીક કે જિલ્લા ફેરબદલી થયેલ હોય અને 10 ટકાથી

વધુ ખાલી જગ્યાના કારણે છૂટા કરવામાં આવેલ ન હોય તો તેવા કિસ્સામાં મૂળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે. આપના જિલ્લામાં કાર્યરત શાળાઓની વિગતો અનુસાર (શાળાના નામ, શાળાના ડાયસકોડ,

પે-સેન્ટરના નામ અને પે-સેન્ટરના ડાયસકોડ) ની વિગતો ધ્યાને રાખીને ખાલી જગ્યાઓ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

  1. આપના દ્વારા ખોટી શાળા/ડાયસકોડ ખાલી જગ્યાઓ અપલોડ કરવાને કારણે જે તે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા શાળા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આપની રહેશે.
  2. શિક્ષણ વિભાગના સંદર્ભ ઠરાવના પ્રકરણ-6 સામાન્ય સૂચનાઓના કમ-14 ની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક પુખ્ત ઉંમર અને પુરતી સમજણ ધરાવતાં હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય થવાની સંભાવના હોઈ એકવાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહીં. જેથી ખરેખર આંતરિક બદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકે સુચવેલ વેબસાઈટ પર ઓનલાઈન આંતરીક બદલીની અરજી કરવાની રહેશે.

શિક્ષક બદલી કેમ્પ 2022

આ પણ વાંચો :- GPSC ભરતી 2022

જો કોઈ જિલ્લામાં કોઈ પણ જગ્યા માટે નામ.હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી જે તે જગ્યા ખાલી રાખવા માટે હુકમ કરેલ હોય અને કેસનો આખરી ચુકાદો આવવાનો બાકી હોય તેવા કિસ્સામાં નામ.હાઈકોર્ટના આદેશાનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે. જેથી નામ.હાઈકોર્ટની અવમાનનાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.

ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત ઠરાવોથી વિદ્યાસહાયક/ પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષકના સંકલિત બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર ઠરાવનો પૂરતો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. જે અન્વયે ચાલુ વર્ષે આ કચેરીના તા.05/09/2022 ના કચેરી આદેશથી તા.31/07/2022 ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર નીચે જણાવેલ સમય પત્રક મુજબ આપના જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકના બદલી કેમ્પોનુ આયોજન કરવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો :- દિવાળી વેકેશન હોમવર્ક 2022

વધ-ઘટ કેમ્પ અને જિલ્લા આંતરિક અરસ પરસ

  • તા.20/10/2022 થી તા.29/10/2022 (જાહેર રજા સિવાય)
  • જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) પ્રથમ તબક્કો
  • તા.02/11/2022 થી તા.20/11/2022
  • જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) બીજો તબક્કો
  • તા.23/11/2022 થી તા.02/12/2022 તા.06/12/2022 થી તા.08/12/2022

જિલ્લા ફેરબદલી કેમ્પ

  • શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત ઠરાવના પ્રકરણ-H ની જોગવાઈઓને ધ્યાને લઈ ચાલુ વર્ષે તા.31/07/2022 ની સ્થિતિએ મંજુર કરેલ મહેકમ કરતાં વધારાના ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકને વધ ગણી વધ પડતાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકના વધ-ઘટ કેમ્પમાં હુકમ કરવાના રહેશે.
  • પ્રકરણ-N ની જોગવાઈઓ અનુસાર તા.31/03/2022 સુધીમાં જિલ્લા કક્ષાએ મળેલ જિલ્લાફેર અરસ પરસની માંગણીની અરજીઓ ધ્યાને લઈ અરસ પરસ બદલીના આદેશ કરવાના રહેશે.
  • પ્રકરણ-૧ (3) મુજબ આપની કક્ષાએ તૈયાર કરેલ આઠ પ્રકારના રજીસ્ટરો મુજબની આપના જિલ્લા ફેરબદલીની અરજીઓ ધ્યાને લઈ તા.01/11/2022 ની સ્થિતિએ જિલ્લામાં ખાલી પડેલ જગ્યાઓ ધ્યાને લઈ પ્રકરણ- ની જોગવાઈઓ મુજબ જિલ્લાફેર બદલી કેમ્પ યોજવાના રહેશે.
આ પણ વાંચો :- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022

મહત્વ પુર્ણ લિંક

HTAT બદલી કેમ્પ બાબત परिपत्रઅહીં ક્લિક કરો
તમામ કેમ્પ ની તારીખો બાબત ઓફિશિયલ પરિપત્રઅહીં ક્લિક કરો
શિક્ષક બદલી કેમ્પ સુધારા ઠરાવઅહીં ક્લિક કરો

Leave a Comment