ગુજરાત સરકાર ની નવી યોજના વિશે માહિતી મેળવીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 (Mukhyamantri Matrushakti Yojana 2022) માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમા રહલે બાળકના વિકાસને અવરોધે છે,જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમા પરરણામે છે. સગર્ભ માતાઓમા કુપોષણ અને પાંડુ રોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમા સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity” તરીકે ઓળખાય છે.આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમાત માતૃશક્તિ યોજના” ને મજુંરી આપેલ છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 -વાંચો સંપૂર્ણ માહિતી
યોજના નું નામ | મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 |
કોણે શરૂ કરી | પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | ગર્ભવતી સ્ત્રી અને તેના બાળકો |
યોજનાનો ઉદ્દેશ્ય | પોષણયુક્ત ખોરાક આપવો |
સતાવાર વેબસાઈટ | https://1000d.gujarat.gov.in |
હેલ્પલાઇન નંબર | 155209 |
આ પણ વાંચો :- વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ? યોજનાની જાણો ટૂંકમાં માહિતી
મિત્રો ભારત માં ઘણી સ્ત્રીઓ ને ગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહાર મળતો નથી, જેના કારણે માતા નું સ્વાસ્થ્ય બગડે છે અને સાથે પેટ માં રહેલા બાળક ની પણ તબિયત ખરાબ રહે છે. તેથી, સગર્ભા સ્ત્રી અને તેના બાળકને કુપોષણથી બચાવવા માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2022 ના રોજ મુખ્યત્વે ગુજરાત રાજ્ય માટે મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો :- ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના આ યોજના હેઠળ, મુખ્ય ધ્યાન સગર્ભા સ્ત્રીઓ અને તેમના બાળકોના સ્વાસ્થ્ય પર છે. કુલ 1000 દિવસનો સમયગાળો જે સ્ત્રીની ગર્ભાવસ્થાના 270 દિવસ અને તેના બાળકના જન્મ પછીના બે વર્ષ સુધીના 730 દિવસનો છે. જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે, ત્યારે તેને પૌષ્ટિક આહારની સૌથી વધુ જરૂર હોય છે, કારણ કે માત્ર પૌષ્ટિક આહાર મેળવવાથી જ તેને પોષણ મળે છે તેમ તેના બાળકોને પણ પોષણ મળે છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022 ના લાભો
મળવાપાત્ર લાભ : દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ
- સેવાઓની સાથે-સાથે રો-સશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.
- લાભાર્થીઓને આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાંથી લાભાર્થીને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
- આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે.
- નાણાંકીય જોગવાઈ : યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો :- ઓનલાઈન લાઈટ બિલ ભરો ઘરે બેઠા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના યોજનાના અપેક્ષિત પરિણામો
- માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
- અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
- IMR અને MMR માં ઘટાડો
આ પણ વાંચો :- રંગોળી ડિઝાઇન પીડીએફ
સત્તાવર માહિતી: મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022
સત્તાવાર પરિપત્ર | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |