મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી

નમસ્કાર મીત્રો ! આજે વાત કરશું ગુજરાત સરકાર ની મહત્વ ની યોજના વિશે મફત પ્લોટ યોજના ગુજરાત 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

મફત પ્લોટ યોજના ગુજરાત 2022

યોજનાનું નામમફત પ્લોટ યોજના ફોર્મ 2022
યોજના વિભાગપંચાયત વિભાગ ગુજરાત
લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
લાભાર્થી રાજ્યગુજરાત
પરિપત્ર પ્રકાશિત તારીખ30/07/2022
અરજી પ્રકારઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટpanchayat.gujarat.gov.in

આ પણ વાંચો –નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24

પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું

મફત પ્લોટ યોજના ફોર્મ 2022

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

આ પણ વાંચો –માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીનું લિસ્ટ

ગુજરાત સરકાર ની આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.

  1. અરજી ફોર્મ
  2. રેશનકાર્ડની નકલ
  3. ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
  4. SECCના નામની વિગત
  5. ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
  6. પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો
મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રક્રિયા
  • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

આ પણ વાંચો –25 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે, જાણો સરકારની આ ખાસ સોલાર રૂફટોપ યોજના 2022

સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો