કુંવરબાઈનું મામેરું યોજના 2022

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર ની મહત્વ ની યોજના E Samaj kalyan Portal | Kuvar bai Nu Mameru Yojana Documents List in Gujarati | કુંવરબાઈનું મામેરું યોજના pdf |Social Justice & Empowerment Department વધારે માહિતી માટે ઓફિસિયલ સાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ મુલાકાત લો

કુંવરબાઈનું મામેરું યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરીમાં કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ E Samaj Kalyan Portal પર ચલાવવામાં આવે છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, ડૉ.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2022 વિશે વિગતવાર વાત કરીશું. Kuvarbai Nu MameruYojana Online Form કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું.

આ પણ વાંચો :- વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2022

કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ

રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.

કુવરબાઈ મામેરૂ યોજનાનો હેડલાઈન પોઈન્ટ

યોજનાનું નામGujarat Kuvarbai nu Mameru Yojana 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજનાનો હેતુરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ
નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
Application ModeOnline

આ પણ વાંચો :-ગુજરાતના તમામ ગામ અને શહેરના નકશા જુઓ PDF

કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા

 • અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
 • એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat નો લાભ મળશે.
 • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
 • કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
 • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
 • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

આ પણ વાંચો :-મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ

કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે હોવા જોઈએ.

 • જન્મનું પ્રમાણપત્ર
 • લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
 • કન્યાના રહેઠાણનો પુરાવો
 • કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
 • વર-કન્યાનો સંયુક્ત ફોટો
 • વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
 • લગ્નનોંધણી પ્રમાણપત્ર
 • કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)
 • કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

આ પણ વાંચો :-માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022

કુંવરબાઈ મામેરુ યોજનાં ઇન્કમ લિમિટ

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

વિસ્તારઆવક મર્યાદા
ગ્રામ્ય વિસ્તાર120000/-
શહેરી વિસ્તાર150000/-

કુંવરબાઇ મામેરૂ યોજના PDF

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે.

આ પણ વાંચો :-25 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે, જાણો સરકારની આ ખાસ સોલાર રૂફટોપ યોજના 2022

કુંવરબાઈનું મામેરું યોજના 2022 sarkari yojana માટે અરજી કેવી રીતે કરવી?

 • કુંવરબાઈનું મામેરું યોજના 2022 સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.
 • સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
 • રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
 • અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
 • ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
 • એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

તમે ઈ સમાજ કલ્યાણ યોજના 2022 વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી યોજનાની સત્તાવાર વિગતો ડાઉનલોડ કરી શકો છો.

મહત્વ પુર્ણ લિંક
કુંવરબાઈનું મામેરું યોજના ઓફિસિયલ વેબસાઈટક્લિક કરો
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મક્લિક કરો