નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું ખુબજ મહત્વ ની યોજના વિશે ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2022 ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2022-23ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022 ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર માટે આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય 12મા ધોરણ પછી અભ્યાસ ચાલુ રાખવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો છે. આ શિષ્યવૃત્તિઓ વિશે વધુ જાણવા માટે સત્તાવાર વેબસાઇટ www.digitalgujarat.gov.in ની મુલાકાત લેવાની જરૂર છે.
આ પણ વાંચો :- રંગોળી ડિઝાઇન પીડીએફ
ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2022
પોસ્ટ ટાઈટલ | ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2022 |
પોસ્ટ નામ | ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 |
પોર્ટલ | Digital Gujarat Portal |
લાભ કોને મળશે? | OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ |
રાજ્ય | ગુજરાત |
ફોર્મ શરૂ તારીખ | 15/09/2022 |
ફોર્મ છેલ્લી તારીખ | 15/10/2022 |
સત્તાવાર વેબસાઈટ | www.digitalgujarat.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ વાંચો :- CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
કેન્દ્ર અને સરકાર દ્વારા આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં મદદ કરવા માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના નો અમલ વર્ષોથી કરવામાં આવેલો છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજ્યના વિદ્યાર્થીઓ જેઓ ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માંગે છે તે ઓફિશિયલ પોર્ટલ digital gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના OBC, EBC અને DNT વિદ્યાર્થી
નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.
આ પણ વાંચો :- ગુજરાતી વોઈસ ટાઈપિંગ એપ
OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે
- PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના
- બીસીકે – 80 મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય.
- બીસીકે – 79 મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
- ડી.એન.ટી. – 2 મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
- બીસીકે – 98 એમ.ફીલ, પીએચ.ડી, વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના.
- બીસીકે – 81 સી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
- બીસીકે-325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.
- ટ્યુશન સહાય યોજના.
ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ડોક્યુમેન્ટ યાદી
- વિદ્યાર્થીનો સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા જાતિના દાખલો
- સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો વાલીનો આવકનો દાખલો (જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાનાં મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા-પિતાએ છૂટાછેડા લીધા હોય છૂટાછેડાનો આદેશ/આધાર રજૂ કર્યેથી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે.)
- વિદ્યાર્થીએ ધોરણ ૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ
- બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે/ જો પાસબુક ન હોય તો Cancel ચેક જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે (જે બેંકો મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક/ચેક)
- ધોરણ ૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તેનું સોગંધનામુ
- જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ (જેનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાનાં રહેશે)
- જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનુ સક્ષમ સત્તાધિકારીશ્રી દ્રારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર
- વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- વિદ્યાર્થીનીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
- આધારકાર્ડ
- જરૂર પડ્યે જિલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા આનુષાંગિક પુરાવા
આ પણ વાંચો :- વાંચતા શીખવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 15/09/2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે ( OBC/EWS કેટેગરીની ) | 15/10/2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે ( SC/ST કેટેગરીની ) | 22/10/2022 |

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 / ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
OBC, EBC અને DNT વિદ્યાર્થી | જાહેરાત વાંચો |
SC (અનુસૂચિત જાતી) વિદ્યાર્થી | જાહેરાત વાંચો |
ST (અનુસૂચિત જનજાતી) વિદ્યાર્થી | જાહેરાત વાંચો |
ઓનલાઈન અરજી કરો | અરજી કરો |