ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એ રાજય કક્ષાની મુખ્ય સંસ્થા છે. GCERT. અત્યારે ગાંધીનગર સ્થિત સેકટર-૧૨ માં આવેલ નનિર્મિત ‘વિષ્યાયન‘ માં કાર્યરત છે. અહિંયા નવીનતમ માળખાકીય સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સાધનો ઉપલબ્ધ છે. G.C.E.R.T. ની છત્રછાયા હેઠળ રાજયમાં હાલમાં કુલ ૨૬ DIETs કાર્યાન્વિત છે. આ ૨૬ DIET
GCERT એટલે શું?
રાજયના વિવિધ જિલ્લાઓના પ્રાથમિક શિક્ષકોને અને નવનિયુક્ત વિદ્યાસહાયકોને યોગ્ય પ્રશિક્ષણ (Training) અને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડે છે.
આ પણ વાંચો :-NMMS પરીક્ષા 2022
GCERT નો હેતુ શું છે ?
- G.C.E.R.T. નો મૂળ હેતુ પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો વ્યાપ વધારવાનો અને તેમાં આમૂલ પરિવર્તન લાવવાનો છે.
- આ કાઉન્સિલ શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા કટિબધ્ધ છે. ખાસ કરીને પ્રાથનિક શિક્ષણના ક્ષેત્રમાંઅભ્યાસક્રમનો વિકાસ, ભણવાની સામગ્રી અને મૂલ્યાંકન પદ્ધતિના ક્ષેત્રમાં શૈક્ષણિક પડકારોના યોગ્ય ઉપાયો શોધવા માટે યોગ્ય પ્રયત્નો કરે છે.
- G.C.E.R.T. સંસ્થાએ સર્જનાત્મક રીતે ચોકથી સેટેલાઈટ સુધીની અનોખી યાત્રા કરી છે અને શૈક્ષણિકસુધારાના ક્ષેત્રે પણ કઠીન પડકારો હંમેશા ઝીલ્યા છે.
G.C.E.R.T. ની વિવિધ શાખાઓ :
- (૧) તાલીમ શાખા : તાલીમ શાખા દરેક ડાયેટના પ્રાધ્યાપકો અને રાજયના પ્રાથમિક શિક્ષકો માટે તાલીમનું આયોજન કરે છે.
- (૨) અભ્યાસક્રમ અને મૂલ્યાંકન શાખા : આ શાખા અભ્યાસક્રમનું નિર્માણ, તેની સમીક્ષા, નાણાકીય સહાય અને મૂલ્યાંકન કરે છે. D.El. Ed માટે બ્લૂ પ્રિન્ટ સંરચના કરે છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દર વર્ષે શાળા, સી.આર.સી., બી.આર.સી. જિલ્લા, ઝોન અને રાજયકક્ષાએ રમતોત્સવનું આયોજન કરે છે.
- (૩) શૈક્ષણિક સંશોધન શાખા : DIET, CTE, IASE શૈક્ષણિક નિવેશ અને આંતરમાળખું પૂરા પાડીને
- શાળેય શિક્ષણના તમામ સ્તરે ગુણાત્મક સુધારણા આણવા માટે G.C.E.R.T. સતત સંશોધન કરતી રહે છે. આ શાખાએ રાજયમાં દૂરગામી સુધારણા કરવા માટે બિનસરકારી સંગઠનો, વિષય નિષ્ણાંતો અને શિક્ષણવિદ્દ્રો સાથે સંકલન સાધ્યું છે.
- (૪) આયોજન અને વ્યવસ્થાપન શાખા : આ શાખા રાજય તથા કેન્દ્રના કુંડ અંતર્ગત કરવાની થતી નવી અને ચાલુ પ્રવૃતિઓ માટે વાર્ષિક આયોજન તૈયાર કરવાનું કામ કરે છે. તે માનવ સંસાધન અને નાણાંકીય ફંડના અનુસંધાને વ્યવસ્થાપન હાથ ધરે છે. આ ઉપરાંત આ શાખા DIET અને શૈક્ષણિક સંસ્થાઓના સંકલનમાં રહીને શૈક્ષણિક આયોજન અને વહીવટી ક્ષેત્રમાં માર્ગદર્શન પૂરું પાડે છે. વાર્ષિક કાર્યયોજના અને અંદાજપત્ર જેવી પ્રવૃતિઓ અને કાર્યક્રમો હાથ ધરે છે.
આ પણ વાંચો :-ભારતીય કેલેન્ડર અને પંચાંગ 2022
આ શાખાનાં કાર્યો :
- માહિતીનું દસ્તાવેજીકરણ કરે છે.
- રાજય સ્તરના તાલીમ સંબંધી કાર્યક્રમોનું વાર્ષિક આયોજન તૈયાર કરે છે, વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરે છે.
- ભાવિ આયોજન માટે યોજના અને અંદાજપત્ર તૈયાર કરવા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને માહિતી મોકલે છે.
(૫) ગણિત-વિજ્ઞાન શાખા : આ શાખા વિજ્ઞાન પ્રદર્શન, ગણિત પ્રદર્શન, વિજ્ઞાન પાર્ક, ઊર્જા પાર્ક, ગણિત-વિજ્ઞાન મંડળ, પ્રા.શિક્ષકો માટે ગણિત-વિજ્ઞાન વિષયક તાલીમ કાર્યક્રમ, કલસ્ટર કક્ષાએ ક્ષમતા નિર્માણ,ટેલિકોન્ફરન્સ, ઈકો ક્લબ જેવી પ્રવૃતિઓ કરે છે.
(૬) માહિતી અને સંચાર ટેકનોલોજી શાખા (ICT) : પ્રાથમિક શિક્ષણમાં ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજી નામની શાખા હાલમાં કાર્યશીલ છે.
- A) Video Conference :
- B) Teleconference :
- C) Inernet અને E-mail નો ઉપયોગ
GCERT. અને DIET ને GSWAN (Gujarat State Wide Area Network) થી તેડવામાં આવેલ છે. પોતાનું સંશોધન કાર્ય કરવા માટે અને માહિતી અદ્યતન કરવા માટે ફેકલ્ટીના સભ્યો ઈન્ટરનેટનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરે છે. E-mail ના ઉપયોગથી વહીવટી પ્રક્રિયા ઝડપી અને સરળ બની છે.
આ પણ વાંચો :સાયકલ સહાય યોજના 2022
D) Website : GCERT ના માર્ગદર્શન હઠેળ DIET દ્વારા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયની માર્ગદર્શિકાઓ અને NCTE ના ધોરણો મુજબ પોતપોતાની વેબસાઈટો શરૂ કરવામાં આવેલી છે. (૭) પ્રકાશન શાખા : આ શાખા સંદર્ભ સાહિત્ય, મોડયુલ, સામયિક અને મુખપત્રો તૈયાર કરીને પ્રકાશિત
G.C.E.R.T નાં કાર્યો
- શિક્ષણની તમામ શાખાઓ તેમજ ખાસ કરીને પ્રા. શિક્ષણ ક્ષેત્રમાં સંશોધનો હાથ ધરવા, મદદરૂપ થવું, પ્રોત્સાહન આપવું અને સંકલન કરવું.
- પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન તાલીમોનું આયોજન કરવું.
- DIET, CTE અને IASE (Institute of Advance Study In Education) ને શૈક્ષણિક અનેવ્યવસ્થાપકીય મદદ કરવી, –
- PTT.I. (Primary Teacher Training Institute) ને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવું.
- B.R.C.,C.R.C. ને શૈક્ષણિક માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી.
- સંસ્થાના હેતુઓ સિદ્ધ કરવા માટે વિવિધ પ્રકારનું સાહિત્ય જેવું કે સંદર્ભ સાહિત્ય મોડયુલ, સામયિક તેમજ મુખપત્રો તૈયાર કરવા અને તેને પ્રકાશિત કરવા. –
- પર્યાવરણ શિક્ષણ, દૂરવર્તી શિક્ષણ, વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણ તથા વસતી શિક્ષણ જેવ અવનવા કાર્યક્રમોનું અમલીકરણ કરાવવું.
