અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 @anubandham.gujarat.gov.in

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે

અનુબંધમ રોજગાર પોર્ટલ માહિતી 2022

સંસ્થાનું નામDirectorate of Employment & Training,
Government of Gujarat
પોર્ટલ પર રજીસ્ટ્રેશન
કેવી રીતે કરવું
Online Registration  
(કોઈપણ જગ્યાએથી)
નોકરીનો પ્રકારશિક્ષિત અને અશિક્ષિત
(Education Wise Jobs)
લોન્‍ચ કર્યાની તારીખ06/08/2021

આ પણ વાંચો :- SSC CGL ભરતી 2022, ઓનલાઈન @ssc.nic.in અરજી કરો

અનુબંધમ પોર્ટલ માટેની પાત્રતા

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ પોર્ટલનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા આપેલી છે. આ પોર્ટલ પર અભણ લોકો, પોતાની આવડત ધરાવતા લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ શિક્ષિત બેરોજગાર આ પોર્ટલ પર વિનામુલ્યે Online Registration કરાવી શકે છે.

અનુબંધમ પોર્ટલ થી થતા ફાયદા

અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા ઘણા બધા ફાયદા થશે. આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર બન્નને એકદમ સંપર્ક કરવામાં એકદમ સરળતા રહે છે. આ ઉપરાંત અન્ય કયા કયા લાભો થાય તે નીચે મુજબ છે.

 1. રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
 2. રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
 3. ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
 4. ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
 5. ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
 6. અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
 7. આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
 8. આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
 9. Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
 10. Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
 11. નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
 12. રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
 13. Job Provider નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
 14. Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.

આ પણ વાંચો :- Age Calculator App || તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઉમેદવાર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન

State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું.

 • સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
 • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
 • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
 • ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
 • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
 • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
 • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

આ પણ વાંચો :- કુંવરબાઈનું મામેરું યોજના 2022

અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- જરૂરી દસ્તાવેજો

અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

 1. મોબાઈલ નંબર
 2. Email Id
 3. પાસપોર્ટ સાઈઝનો ફોટો
 4. આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
 5. લાયકાતની માર્કશીટ
 6. અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

આ પણ વાંચો :- વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2022

અનુબંધમ મોબાઈલ એપ

 1. Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
 2. ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે.
 3. નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
 4. જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્‍ટરવ્યુહની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન જોઈ શકે છે.
 5. Job Fair participation વિશેની માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.
 6. Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.
અનુબંધમ ગુજરાત હેલ્પલાઇન નંબર

રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

 • Office Address:– Block No.1,3 3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010
મહત્વ પુર્ણ લિંક
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો

Anubandham Portal કોના માટે છે ?

આ પોર્ટલ ગુજરાત રાજ્ય નાં બેરોજગાર યુવાનો ને રોજગાર આપવામાં માટે નું એક પ્લેટફોર્મ છે

અનુંબધન પોર્ટલ પર કોણ કોણ રજિસ્ટ્રેશન કરી શકે છે?

આ પોર્ટલ ઉપર જેને નોકરી મેળવવી છે તેઓ રજિસ્ટ્રેશન કરી શકે છે અને જેઓ નોકરી આપવાના છે સંસ્થા/કચેરી તેઓ રજિસ્ટ્રેશન કરી શકે છે.

Anubandham Portal પર નોંધણી માટે કેટલી લાયકાત ની જરૂરિયાત હોય છે?

આ પોર્ટલ પર નોંધણી માટે કોઈપણ લાયકાત ની જરૂર નથી.ફક્ત તમારી આવડત,કારીગરી હોઈ અભણ હોઈ તો પણ તમે અહીંયા નોંધણી કરી શકો છો.

Anubandham Portal મા અરજી ક્યાં થી કરવાની હોઈ છે?

આ પોર્ટલ માં આપ ગુજરાત રાજ્ય ના ગમે તે ખૂણા માં બેઠા બેઠા નોકરી માટે અરજી કરી શકો છો

1 thought on “અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 @anubandham.gujarat.gov.in”

Leave a Comment